તાનો સમાવેશ કર્યો છે . યુનિવર્સિટીએ તેના દરેક છાત્ર માટે ગીતાનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે .
આ યુનિવર્સિટીનું માનવું છે કે છાત્રોને સમાજની નજીક લઈ જવા માટે ગીતાનું પઠન જરૂરી છે અને તેના જેવો શ્રેષ્ઠ માર્ગ બીજો કોઈ નથી . આ માહિતી યુનિવર્સિટીના સ્ટીલમેન બિઝનેસ સ્કૂલના પ્રોફેસર એ . ડી . અમરે આપી હતી હતી .
વર્ષ 1985 માં ન્યૂજર્સીમાં શરૂ થયેલી આ યુનિવર્સિટી એક સ્વાયત્ત કેથોલિક યુનિવર્સિટી છે . તેમ છતાં ત્યાં અભ્યાસ કરતા કુલ 10,800 છાત્રોમાંથી મોટાભાગના બિનખ્રિસ્તી છે .
આ યુનિવર્સિટીના છાત્રોમાં ભારતીયોની સંખ્યા વધારે છે . આ અંગે માહિતી આપતાં પ્રોફેસર અમરે જણાવ્યું હતું કે , યુનિવર્સિટીના કોર કોર્સ હેઠળ દરેક છાત્રો માટે કેટલોક અભ્યાસક્રમ ફરજીયાત હોય છે . જેનો અભ્યાસ દરેક છાત્રે કરવાનો રહે છે .
તેમણે ઉમેર્યું હતું કે , ગીતાનું જ્ઞાન એ સર્વોત્તમ સાધન છે . તેના મહત્વને ઓળખીને જ યુનિવર્સિટીએ તેનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે .
No comments:
Post a Comment